જેમનો ક્યારેય જન્મ થયો નથી કે મૃત્યુ થયુ નથી માત્રને માત્ર આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી શ્રી સ્વામિનારાયણ ગાદીનાઆદ્ય આચાર્ય
પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે શ્રી
સ્વામિનારાયણ ગાદીના સિદ્ધાંતોના સંવર્ધન
સંરક્ષણ માટે પધાર્યા હતાને જીવન પ્રાણ
સવામીબાપાએ જેમને પોતાના ઉત્તરાધિકારી
તરીકે સ્થાપ્યા હતા એવા શ્રી સ્વામિનારાયણ
ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી
મહારાજે અતિથીની જેમ વિક્રમ સંવત ૧૯૯૮ અધિક માસ જ્યેષ્ઠ સુદ ૧૩ (તેરસ) તા. ૨૮-૫ -૧૯૪૨ ને ગુરુવારના દિવસે પ્રગટી વિક્રમ સંવત ૨૦૭૬ અષાઢ વદ ૧૧ (એકાદશી)એ અંતઁધ્યાન લીલા કરી છે. તેઓશ્રીએ અતિથીની જેમ આ લોકમાં પધારી
નરનાટક કરી ભગવાન સ્વામિનારાયણ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા આદ્ય
આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની
આખાયે જગતને ઓળખાણ કરાવી છે.એવા
પ.પુ ધ.ધુ. શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી
મહારાજને કોટી કોટી વંદન...
હે બાપા આપે અમોને ભગવાનનું પ્રગટ પ્રત્યક્ષનુ જ્ઞાનઘણુ દીધુ છે પરંતુ અમારા માથે
વરદ હસ્ત મુકતા ....અમારી સામુ જોઇ નિર્વ્યાજ હાસ્ય રેલાવતા...પ્રસાદી આપતા....અમારા ઘરે પધારી આરતી પુજનના લહાવા આપતા ...પ્રસન્નતાની પાગ પહેરાવતા ....નગરયાત્રાઓમાં ચોકલેટોની
લહાણી કરતા...વિગેરે લહાવ હવે કોણ
આપશે...
હે બાપા આપનુ પ્રેમાળ મિલનસાર વ્યક્તિત્વ
સદાય અમોને યાદ આવશે ને અમારા અંતરનો પ્રેમ આંસુ થઇ આંખોમાં ઉભરાઇ
આવશે....
હે બાપા અમારી ભુલચુક માફ કરી અમારી
ઉપર રાજી રહેજો...
...આપનો દીન સેવક દાસાનુદાસ
..રાજેશ નરેન્દ્રભાઇ પટેલ....