ગઢડા છેલ્લું પ્રક. ૧૩ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા
અને સ્વાભાવિક જીવમાં એવી રૂચી રહે છે જે શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ, અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશે ગમે છે, ને એમ જાણીએ છઈએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું એવી સદાય રૂચી રહે છે. અને જયારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, મુને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરશું, અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહિ એમ મનનો ઠરાવ હતો, તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેમાં તો એવું દૃઢ હેત છે જે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી ને પોતાનો જીવ ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશે પ્રીતિ છે.
અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન
Gadhada Last Section Vach. 13 Vachanamrut Rahasyarth Pradeepika Tika
There is an inherent predisposition within My soul such that I do not like living in cities, mansions or royal courts. I prefer to remain in the forests and mountains, at river banks and under the trees. I very much like to remain in secluded places. A yearning constantly remains within Me that I prefer to sit in solitude and meditate on God. Before I had the darshan of Ramanand Swami, I had resolved with Muktanand Swami, ‘arrange for Me to have the darshan of Ramanand Swami. Then, the both of us will go to a forest, where we will meditate on God without any disturbance; and we shall never return to stay amongst people.’ Such was the resolution that existed within My mind. Even now, the same yearning remains within Me. I also have such firm affection for God and His disciples that, neither time, deeds or Maya, are capable of destroying that affection. Even if My soul tries to destroy the affection, it can never be eliminated from My heart. Such is the immense affection towards God and His disciples.
Supreme Lord Purna Purushottam Shree Swaminarayan Bhagwan