Total Messages: 240 Showing Messages: 201 to 210

24 July 2020

Shruti Dharmesh patel - Tallahasee, United States

હે મારા વહાલા પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી

મહારાજ હજુ પણ અમારુ મનએ માનવા તૈયાર

નથી કે આપ હવે મનુષ્ય રુપે અમારી સાથે નથી. આપની વસમી વિદાય અમારા માટે અસહ્ય બની છે.આપે અમોને એવુ જ્ઞાન આપ્યુ છે કે શ્રીજીબાપા સ્વામીબાપા અને આપ સદાય પ્રગટ પ્રત્યક્ષને અંતર્યામીપણે અમારી ભેળા છો પણ અમારા તનમનને એ વાત કોણ સમજાવે ?અમારી  અશ્રુભીની આંખો તો આપના કોમળ કમળ સરખા

હસતા મુખારવિંદના દર્શન માટે તલસી તલપી

રહયુ છે ને ભારે હદયે ગાઇ રહ્યું છે કે

...‘તેરે બીના જીયા જાયે ના......

..બીન તેરે ,તેરે બીન સાસોમે સાસ આયે ના’

હે બાપા કેમ કરી ભુલાય આપને કેમ કરી

ભુલાય.....

હે બાપા આપના પુનિત ચરણારવિંદે એ જ

પ્રાર્થના છે કે....

‘ભુલો અમારી બધી આપ ભુલી જાજો....

પણ આ સેવકને કદી ના ભુલી જાજો ‘...

હે પ્રાણ પ્યારા ... અમો જીવનના છેલ્લા શ્વાસ

સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રહી

તમારા ગમતા પ્રમાણ વર્તી આપને રાજી કરવા પહેલા કરતા હતા તેના કરતાં વધારે પ્રયત્નો કરતા રહીયે એવી અમોને બળ બુદ્ધિને શક્તિ

પ્રેરતા રહેજો એ જ અભ્યર્થના સહ અશ્રુભીની

શ્રદ્ધાંજલિ....આપના પાવન ચરણોમાં કોટી કોટી વંદન સહ જય શ્રી સ્વામિનારાયણ...

......આપના દીન સેવક દાસાનુદાસ

....શ્રુતિ અને આયઁન

ધમેઁશ પટેલ

24 July 2020

Komal Mayurdhvaj Dabhi- Corporator - Bavla, India

24 July 2020

Breach Candy Hospital Trust - Mumbai, India

24 July 2020

Robert Menendez - Washington, D.C., United States

24 July 2020

Rajesh Narendrabhai Patel - Boston, United States

જેમનો ક્યારેય જન્મ થયો નથી કે મૃત્યુ થયુ નથી માત્રને માત્ર આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી શ્રી સ્વામિનારાયણ ગાદીનાઆદ્ય આચાર્ય

પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે શ્રી

સ્વામિનારાયણ ગાદીના સિદ્ધાંતોના સંવર્ધન

સંરક્ષણ માટે પધાર્યા હતાને જીવન પ્રાણ

સવામીબાપાએ જેમને પોતાના ઉત્તરાધિકારી

તરીકે સ્થાપ્યા હતા એવા શ્રી સ્વામિનારાયણ

ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી

મહારાજે અતિથીની જેમ વિક્રમ સંવત ૧૯૯૮ અધિક માસ જ્યેષ્ઠ સુદ ૧૩ (તેરસ) તા. ૨૮-૫ -૧૯૪૨ ને ગુરુવારના દિવસે પ્રગટી વિક્રમ સંવત ૨૦૭૬ અષાઢ વદ ૧૧ (એકાદશી)એ અંતઁધ્યાન લીલા કરી છે. તેઓશ્રીએ અતિથીની જેમ આ લોકમાં પધારી

નરનાટક કરી ભગવાન સ્વામિનારાયણ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા આદ્ય

આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની

આખાયે જગતને ઓળખાણ કરાવી છે.એવા

પ.પુ ધ.ધુ. શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી

મહારાજને કોટી કોટી વંદન...

હે બાપા આપે અમોને ભગવાનનું પ્રગટ પ્રત્યક્ષનુ જ્ઞાનઘણુ દીધુ છે પરંતુ અમારા માથે

વરદ હસ્ત મુકતા ....અમારી સામુ જોઇ નિર્વ્યાજ હાસ્ય રેલાવતા...પ્રસાદી આપતા....અમારા ઘરે પધારી આરતી પુજનના લહાવા આપતા ...પ્રસન્નતાની પાગ પહેરાવતા ....નગરયાત્રાઓમાં ચોકલેટોની

લહાણી કરતા...વિગેરે લહાવ હવે કોણ

આપશે...

હે બાપા આપનુ પ્રેમાળ મિલનસાર વ્યક્તિત્વ

સદાય અમોને યાદ આવશે ને અમારા અંતરનો પ્રેમ આંસુ થઇ આંખોમાં ઉભરાઇ

આવશે....

હે બાપા અમારી ભુલચુક માફ કરી અમારી

ઉપર રાજી રહેજો...

...આપનો દીન સેવક દાસાનુદાસ

..રાજેશ નરેન્દ્રભાઇ પટેલ....

25 July 2020

Alpana Malde, Chief Executive, St Lukes Hospice - London, United Kingdom

25 July 2020

Velji Parbat Vekaria, President and Suryakant Virji Varsani, General Secretary - Shree Kutch Leva Patel Community (UK) - London, United Kingdom

25 July 2020

Chris Walker, Principal, Embleton Primary School - Perth, Australia

I am sorry to hear of your loss. Acharya Swamishree Maharaj sounds like he was a great leader and I am sorry that I did not get to meet him at the Grand Opening of the Shree Swaminarayan Temple.

25 July 2020

Honorary Trustees of Vascroft Foundation - London, United Kingdom

25 July 2020

Ameet Jogia, Councillor, Harrow Council - London, United Kingdom