જય શ્રી સ્વામિનારાયણ બાપા
My first word was Bapa. You are my Father and Mother. You are my Beloved Bapa. You will forever be in my heart. I pray and hope to live by Your teachings and remain a devotee of Shree Swaminarayan Gadi for the remainder of my life.
Dear our beloved Bapa, our Ocean of Compassion and Beacon of Spirituality.
We will be eternally grateful for the values you have instilled in us from teaching us the importance of serving others; to laying a firm foundation of benevolence; infinite care for every individual. All of our achievements have and will forever be in your name. The memories you have created are unforgettable, remaining ever vivid and heartwarming; from your smile that creates peace in us, to the spirituality, guidance and legacy you have left.
Your love is our guide, even though we can't see you, you're truly always by our side.
With your divine blessings, we will continue to serve the ever-flourishing karan satsang that you have worked tirelessly to thrive.
Please accept my condolences for the passing away of His Holiness, Acharya Swamiji Maharaj.
I thoroughly enjoyed visiting the temple on Dean Road, a few years and meeting his Holiness in person. It was a memorable event.
I had the pleasure, as you know, of meeting this man (indeed there are pictures in my autobiography) on two occasions at least. Please convey my sadness on his passing to his supporters and accept my sincere condolences.
અમારા પ્રિય બાપા,
બાપા નુ અર્થ છે પિતા. તેમના બાળક નો હાથ પક્ડી ને સાચુ અને ખોટાનું સમજાવે. દુઃખ અને સુખ માં માતા પિતા અને ભગવાન નો સાથજ હોય. બાપા અમારા માતા, પિતા, ગુરુ અને રાખવાળા હતા. સ્વામીબાપાએ આપણે શીખવાડયું છે કે સાચુ સગું સાચુ નાણું રે, હરિવર મારા. એ હરિવર નુ પ્રત્યક્ષ સ્વરૂપ આપણ સર્વ ને આપણા લાડીલા આચાર્ય સ્વામીશ્રી ની રૂપે મોકલ્યા હતા. સ્વામીશ્રી મહારાજે આ સ્વામિનારાયણ ગાદી અને કારણ સત્સંગ ના નિયમો ને સિંચવી ને આપણા બધા માં રેડયા છે અને અનહદ સુખો અપાવાયા છે. તેમને પોતાના હાથ એક છત્ર ની જેમ આપણા માથે રાખી ને હંમેશા પ્રોત્સાહન કરતા. તમે અમને જીવન માં માર્ગદર્શન આપ્યું છે, અને જે કઈ અમે ધાર્યું છે, તમે અમારી સાથેજ રહ્યા છો. અમે જે કંઇ કરીએ તેમાં સર્વ થી શ્રેષ્ઠ બનવાની હિમ્મત અને પ્રેરણા આપી છે.
જયારે ખબર પડી કે બાપા પોતાની મનુષ્ય લીલા સંકેલી હથી, તો મન માં બહુજ દુઃખ થયું. પણ સાથે યાદ આવયું, કે બાપા આપણ સર્વ ને બળવાન બનાવાયા છે. એને ભગવાન, બાપા અને સ્વામીબાપા ની સાચી ભક્તિ કરતા શીખવાડ્યું છે. એને આપણે હંમેશા કીધું છે કે કોઈ આવે તો એ ભગવાન ની મરજી અને કોઈ જાય તો પણ ભાગવાન ની મરજી. આપણા સ્વામીશ્રી તો આ બધા થી પર હતા, તોય પણ મન માં એમ થાય, કે બાપા ના પ્રત્યક્ષ દર્શન નઈ થાય, એક ફેરે એના કોમળ અને હસ્તુ મુખારવિન્દ ના દર્શન કરવા છે, એક ફેરે 'બેટા' સાંભળવું છે.
બાપા , તમારી યાદ તો બહુજ આવે છે પણ અમને ખબર છે કે તમારી ઈચ્છા વિના તો સુકુ પાંદડું પણ ના હલે. તમે જેટલું અમારા માટે કર્યું છે, તેવું કોઈ ના કરી શકે. આ મોંઘો મનુષ્ય જીવ મળ્યો છે, એ પણ તમારીજ કૃપા અને કરુણા છે. તમે હંમેશા જીવન નુ મહ્તવ શીખવાડયું છે કે ભગવાન નુ ધ્યાન, ભજન, કથા, કીર્તન, ધૂન વગેરે સેવા કરવી અને સાથે સમુદાય ની પણ સેવા કરવા.
અમારું જે કાંઈ છે, એ તમારી દેન અને મેહરબાની છે. અમે તો સદાય આભારી છીએ કે ભગવાન, બાપા અને સ્વામીબાપા ની કૃપા થી અમને તમે મળ્યા અને તમારી સેવા નો સૌભાગ્ય પ્રાપ્ત થયો. તમારા જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. તમે અમારા જીવન ના એક અમૂલ્ય ભાગ છો અને હંમેશા રહેશો. ભલે તમે અમારા સાથે મનુષ્ય રૂપે દર્શન નથી આપતા, પણ તમે સદાય અમારા દિલ માં રહેશો. જે કાર્ય કરશુ એમાં તમે કૃપા કરી ને ભેળા રહેજો. અને અમારી એવીજ પ્રાર્થના છે કે ભગવાન, બાપા, સ્વામીબાપા અને તમારા કોમળ હાથ અમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસતા રહે. અને અમે સ્વામિનારાયણ ગાદી ના છત્રછાયા માં તમારા દર્શન અને સેવા કરતા રહીયે અને જેમ રહ્યા છો, તેમ અમારી સાથેજ રેહજો.
તમારા ગાંડા ઘેલા બાળકો દીપેશ, ચાંદની, ચંદ્રિકા, સંદીપ અને જયનીશા મોહન રાઘવાણી