Total Messages: 470 Showing Messages: 101 to 110

17 July 2020

Kanchan Varsani - Bharasar, India

17 July 2020

કમલેશ રણછોડભાઈ - શાહીબાગ, અમદાવાદ, India

મોક્ષદાયી શ્રી સ્વામિનારાયણ ગાદી ના આચાયૅ પ્રાણેશ્વર શ્રીજી સંકલ્પ મૂર્તિ આચાયૅ સ્વામીશ્રી મહારાજે સ્વતંત્રપણે મનુષ્ય લીલા સંકેલી મહારાજ ની મૂર્તિ માં પાછા પધાર્યા છે. ભગવાન કે ભગવાન ના સંકલ્પ સ્વરૂપ કયારેય આવતા કે જતા હોતા નથી. " પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિ ની રીત હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીંત " સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામી . બસ... બાપા ના વચને સ્વામિનારાયણ ગાદી ના આશરે રહી મનુષ્ય જીવન સાથૅક બને એજ સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા તથા આચાયૅ સ્વામીશ્રી ના ચરણે પ્રાથૅના....

17 July 2020

Manushi Gohil - London, United Kingdom

Our Beloved Bapa we will miss you.. You gave me more than i ever thought possible..you are my everything. Bapa you are always with us, even in darkest night or in the deepest pit. We love you so much Bapa. You are forever in our hearts bapa. God protects his disciples in all respects. Give us the strength, love and your blessings and happiness forever.

17 July 2020

Ishvari Varsani - London, United Kingdom

Bapa, you will forever be loved in our hearts and remember all the good memories you’ve created for us ♥️

17 July 2020

Sangita vekariya - Bhuj, India

memories of the fulhar that bapa accepted

17 July 2020

Rimpal Mayur Patel - Ghoghmba, India

Muktjivan swamibapa napurvashram nu nam purshottam bhai hatu je muktjivan swamibapa rupe Swaminarayan bhagvan pote padharya temne Swaminarayan gadi ne murt Swarup api Swaminarayan sanstha ma temaj karan satsang ma ek sundar bhet aa jagat na jivo na kalyan mate api. Swaminarayan gadi na uttadikari tarike swami bapa nu purvashram nu nam purshottam bhai hatu. teo shrie Swaminarayan gadi nu Suman temna purvashram na nam Eva purshottam priyadasji swami mahraj ne teo na uttaradhikari tarike nimya . Param pujya Acharya swami shree mahraje Swaminarayan gadi no prachar ke prasar mate vishvabhar ma Swaminarayan gadi no Danko vagadyo 6. Etlu j nahi parntu pachmahal jilla ke je hedmba van ganato aa jilla ni praja rakshas jevu jivan jivta hata parntu aa praja ne jo vas kari hoi ne dharam parayan jivan jivata karya hoi to e Param pujya Acharya swami shree no pratap 6 . Etlu j nai teo shree ne guru bhakti khub j kari 6 jenu fad rupe temne temna jivan ma nthi thak joyo ke nthi joi ungh ke nthi joi taras . Temnu jivan guru nu nam roshan karava mate samrpit karyu 6 temaj yuvano na radhay bani saday ne mate protshahit karya 6 temnu Divya vichran jagat na jivo ne akarshva dharm parayan banava mate khub j jehmat uthavi. jeo e dharmik, samajik , education ma pan prem thi work karyu 6. Vidhva beno ne pag bhar thava anek donation karyu 6. Jaruriyat loko ne kapda temaj jaruri anek sadavrato chalavya . Dhanya 6 aa swami shree ne ke jeo nana ma nana manas ne prathrna svikarta . Teo e koi pan jatno bhed bhav rakhya sivay darek manas ni vat sambhadta .jarur pade to teo shree rubru mulakat leta phone thi pan saday ne mate tatpar rehta . Àa yug ni andar teo e matrane matra prem api ne manushya ne bhav apta .swami shree je karyo karya 6 te bhuli Sakai tem nthi tenu varnan karva jae to rat divas jai to pan thai sake tem nthi . temna chamtkarik parcha lakhava besiye to garntho na garantho rachai tem 6 . Hu shradhanjali to su apu ke jeona aganit upkar amara upar 6. Temnu runi akhi jindagi ma pan chukvi sakay tem nthi . Parntu bapa ne ej pratharna karu ke temni drashti mara upar padi 6 te drashti saday mara par rahe temaj temne apela ashirwad e mara jivan ni chatrachhaya bani ne rahe ane temne je Swaminarayan gadi nu sarnu Mane apyu 6 te sharan ma Mane saday ne mate rakhjo , Mane nibhavjo ane Swaminarayan gadi e thi aadeso thai e aadesho anusrva Mane Divya bad, buddhi ne shakti pradan karjo ej pratharna . Swami shree ne Bhuli sakay tem nthi swami shree e aaa satsang ma Mane Lavi dharmparayan jivava ni reet shikhvi 6. Swami shree na darshan no lahvo Mane khub j prapt thayo 6 evo ne evo lahvo saday madto rahe ej prathrna sah Jai shree Swaminarayan

17 July 2020

Chandrakant Bhudia - London, United Kingdom

“Divya Jeevan Ni Jyot Jagavo Aap Karta Thayee Karyo Dipavo"

17 July 2020

Smita - Florida, United States

હે હરિ તારા વગર જીવવું મારે ઝહેર છે,
પણ લોકોને લાગે મારે લહેર છે.

તારી યાદોનો જાણે કાળો કહેર છે,
તું મારી સાથે છે એ ઈશ્વર તારી મહેર છે.

જેના લીધે લોકોને મારાથી વહેર છે,
વિઘ્ન સંતોષીઓનું આ કેવું શહેર છે.

હે હરિ હું તને ચાહું એ સરેઆમ જાહેર છે,
માટે કેટલીય આંખોનો પહેર છે.

લાગણીઓ વહે કેવી આ નહેર છે,
બસ તારે તો હરિ છે તોજ લીલા લહેર છે.

17 July 2020

Maitree Thakkar - AHMEDABAD, India

આમ તે કંઈ વિદાય લેવાતી હોય બાપા!!!

લાખો હરિભક્તો નાં "બાપ" સમાં થઈ ને...
આમ તે કંઈ વિદાય લેવાતી હોય... બાપા!!!

લાઈવ દર્શન જોતી વખતે...
હમણાં.. બાપા.. આવશે..
હમણાં.. બાપા.. આવશે...
એ આશે અનિમેષ નજરે જોયા કરતા અમે...
એમ હવે અમે કોને જોયા કરશું.... હેં બાપા...
આમ તે કંઈ વિદાય લેવાતી હોય....બાપા!!

મોટા ઉત્સવ સમૈયા વખતે...
હમણાં બાપા આ બાજુ નજર ફેરવશે..
હમણાં બાપા મારી સામું જોશે ને મંદ મુસ્કાન આપશે..
એ આશે અનિમેષ નજરે જોયા કરતા અમે...
એમ હવે અમે કોને જોયા કરશું.... હેં બાપા...
આમ તે કંઈ વિદાય લેવાતી હોય....બાપા!!

નાનું એવું સારું કામ કેમ નાં કરવું હોય...
બાપા ને એક વાર પૂછી જોઈએ...
એ આશે અમે તમારી રાહ જોયા કરતા બાપા..
એમ હવે અમે હવે કોને પૂછવા જશું... હેં બાપા....
આમ તે કંઈ વિદાય લેવાતી હોય....બાપા!!

તમે જ્યારે પણ અમને દર્શન આપવા આવાના હો..
ત્યારે ઝટ થી તમારા દર્શન માટે લાઈન માં દોડી જતા અમે..
એ આશે કે બાપા ની મીઠી નજર મારા ઉપર પડે...
એમ હવે અમે કોના માટે દોડતા દર્શને જાશું.. હેં બાપા....
આમ તે કંઈ વિદાય લેવાતી હોય.... બાપા!!


અને... બાપા તમને ખબર...
જ્યારે તમે નગરયાત્રા વખતે ચોકલેટ વહેંચતા ને....
ત્યારે તો અમે નાના છોકરા બની ને લૂંટ મચાવતા...
તમારી પ્રસાદી ની ચોકલેટ ખાવા...
એમ અમે કોના હાથ ની ચોકલેટ ખાશું.. હેં બાપા....
આમ તે કંઈ વિદાય લેવાતી હોય.... બાપા!!

આશીર્વાદ વખતે તો... બાપા..
તમે જે કર નાં લટકા કરતા.. તો.... ક્યારેક..
ચટકંતી ચાલ ચાલી ને અમારા સૌ નાં ચિત્ત ચોરતા...
એમ હવે આવા લાભ કોણ આપશે હેં બાપા....
આમ તે કંઈ વિદાય લેવાતી હોય.... બાપા!!

આમ તે કંઈ વિદાય લેવાતી હોય....... બાપા!!!!!!!!!

17 July 2020

Smita Acharya - Florida, United States

હે હરિ તારા વગર જીવવું મારે ઝહેર છે,
પણ લોકોને લાગે મારે લહેર છે.

તારી યાદોનો જાણે કાળો કહેર છે,
તું મારી સાથે છે એ ઈશ્વર તારી મહેર છે.
હે હરિ હું તને ચાહું એ સરેઆમ જાહેર છે,
માટે કેટલીય આંખોનો પહેર છે.

લાગણીઓ વહે કેવી આ નહેર છે,
બસ તારે તો હરિ છે તોજ લીલા લહેર છે.