Monday 19 October 2020 | Dwitiya Aso Sud 3, Samvat 2076

Mon 19 Oct 2020

    

Total Messages: 245 | Showing Messages: 1 to 20

19 August 2020 | 2 months ago

Kesar Kerai
Nairobi, Kenya

શ્રીજીબાપા સ્વામીબાપા

જ્યારે ભગવાન તમને આશીર્વાદ આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે પરિસ્થિતિઓને તમારી તરફેણમાં એકસાથે લાવશે. આ આશીર્વાદો સૌથી પ્રિય હોય છે જ્યારે તેઓ પ્રાર્થનાથી જીતે છે.

પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી માહારાજની યાદગીરી તો ઘણી છે. પણ આ એક યાદગીરી જણાવીએ છીએ. સપ્ટેમ્બર 2003મા અમારા ભાઈ ગોવિંદભાઈ પ્રેમજી દબાસીયા દિલ્હીના યજ્ઞ માટે દેશ ગયા હતા. તબિયત સારી ન હોવાને કારણે પ્રથમ મુંબઈમાં ચેકિંગ કરાવ્યું તો રિઝલ્ટમાં કિડની કેન્સર નીકળ્યુ અને તે પણ ઘણું પ્રસરી ગયું હતું. પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી એ ઓપરેશન કરાવવાની આજ્ઞા કરી અને સાથે ત્રણ વર્ષની આવરદા પણ આપી દીધી. ત્રણ વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૦૬માં પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી ફરી લન્ડન પધાર્યા અને ગોવિંદભાઇને તેના ઘરે દર્શન દેવા માટે પધાર્યા અને ભાઈને આશીર્વાદ આપતા જણાવ્યું કે ચિંતા ન કરશો. બાપા જલ્દી સંભાળી લેશે. અને સાચેજ એકજ અઠવાડિયાની અંદર તારીખ 21 9 2006 ના તેઓને મૂર્તિના સુખે સુખિયા કરી દીધા.

ગોવિંદભાઈએ દેહ​ મૂક્યો ત્યારે અમે ત્રણ બહેનો તથા ચાર ભાઈ ની ફેમિલી ગોવિંદભાઈના ખાટલા ની આસપાસ બેસી કેટલા કિતૅનોં ગાયા. છેલ્લુ કિતૅન આવ્યા છે રે આવ્યા છે બાપા મુતિૅમા રાખવાને આવ્યા છે તેની છેલ્લી કડી પૂરી કરી ત્યારે ગોવિંદભાઈ એ કાંઈ પણ તકલીફ વગર એક છેલ્લો ઉંડો શ્વાસ લીધો અને બાપા સાથે જોડાઈ ગયા. પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીના આશીર્વાદથી પોતાના પ્રેમીભક્તો કેટલી સરળતાથી મૂર્તિ માં જોડાઈ જાય છે તે અમો સૌએ આજે પ્રત્યક્ષ નિહાળ્યું.

બાજુમાં બેઠેલી મેકમિલનની નર્સે ગોવિંદની નાડી તપાસી અને પોતાની ડાયરીમાં લખ્યું.

Govind died peacefully with the whole family chanting religious songs and I have seen many deaths but never experienced this type of death.

From Nanu, Jasu and Kesar Sisters of Govind Premji Dabasia.

6 August 2020 | 2 months ago

Bob Blackman, Member of Parliament - Harrow East
London, United Kingdom

6 August 2020 | 2 months ago

Neil Basu, Assistant Commissioner
London, United Kingdom

2 August 2020 | 2 months ago

SHREE SWAMINARAYAN GADI YUVA MANDAL-VAGAD RAPAR
Rapar-kutch, India

શ્રી જી બાપા                                શ્રી સ્વામિનારાયણબાપા               સ્વામીબાપા 

         વ્હાલમો    પધાર્યા વાગડ દેશે 

રાપર વાગડ પ્રદેશ આમતો પછાત વિસ્તાર અહીં શિક્ષણ અને સંસ્કાર માં ઘણો પછાત પરંતુ રાપર વિસ્તાર ના વિધાર્થીઓ માટે શિક્ષણ અને સંસ્કાર નું સિંચન ભુજ દરબાર ગઢ                           શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ,સંચાલિત છાત્રાલય ખાતે થયું ,આપણા આચાર્ય સ્વામીશ્રી મહારાજ ના આશીર્વાદ અને દર્શન નો લાભ અમારા જેવા તમામ વિધાર્થીઓ ને 

વારે ઘડીએ મળતો રહેલ જેથી અમે સૌ વિધાર્થીઓ ભણી ને જયારે બહાર નીકળ્યા ત્યારે બાપા ના આશીર્વાદ થી સૌ સુખિયા થયા અને આજીવન શ્રી સ્વામિનારાયણ ગાદી ના 

શરણે રહ્યા અને આપણા પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ નો પ્રેમ પૂર્વક ના આશીર્વાદ સદાય અમો પર રહ્યા છે.

અમારા બાલુડાઓ ની પ્રાર્થના સાંભળી આપણા વ્હલા બાપા તા- 17/9/2017 ના રોજ રાપર વાગડ દેશે નંદાસર  રોડ ખાતે શ્રી સ્વામિનારાયણ વાડી ખાતે પધારી ,આ ધરતી ને અમને 

ન્યાલ કરી દીધા ..પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી બાપા સદાય અમારા હ્રદય કુંજ માં બિરાજતા  રહશે 

હે બાપા !   આપ સદાય અમારા દરેક કાર્ય માં ભેળા ભળજો અને સદાય તમારો હેત અને પ્રેમ અમ બાળકો પર વરસાવતા રહેજો 


 

દિવ્ય જીવન ની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો ....

શ્રી સ્વામિનારાયણ ગાદી યુવા મંડળ -વાગડ  ના બાળકો ના જય શ્રી સ્વામિનારાયણ 

ચંદ્રેશ લીંબડ કેતન લીંબડ ,,જયસુખ લુહાર ,સુરેશ ડોડીયા ,ભીમજી કોરાટ ,બહાદુરભાઈ પરમાર ,ડાયાભાઇ વાઘાણી અજિતસિંહ વાઘેલા ,ખેંગાર ભાઈ ,રમેશ ભાઈ (કાકા )

રાપર ,કીડીયાનાગર ,ગેડી ,બાલાસર ,લોદ્રાણી ,નાગપુર  ના હરિ ભક્તો 

30 July 2020 | 2 months ago

Sailesh & Hina kerai
Arusha, Tanzania, United Republic of

30 July 2020 | 2 months ago

Narendra Jadva Varsani & Family
Bharasar, India

30 July 2020 | 2 months ago

Jignesh Devji
LONDON, United Kingdom

Our beloved Bapa. I have many wonderful memories of you from a range of magnificent festivals and celebrations that you have held. One event that I remember really well is the celebration for the release of the English translation of the Vachanamrut at the houses of parliament. Over the years you have guided me along the path of salvation and taught me how to live a better live and for that I am forever grateful. Your teachings will never be forgotten and will forever live on through Shree Swaminarayan Gadi. Thank You Bapa for all that you have done for me and my family.

30 July 2020 | 2 months ago

Pooja Sonu thakkar
Ahmedabad, India

બાપા એટલે   મા ની મમતા

બાપા એટલે પિતા નું વાત્સલ્ય

બાપા એટલે સ્વયં ભગવાન નું સ્વરૂપ

બાપા એટલે વ્હાલ નો દરિયો

બાપા એટલે પ્રેમ ની મૂર્તિ"

હે વ્હાલા બાપા, 

   આપના માટે આવી કેટલી ઉપમાઓ આપીએ તો પણ ઓછી પડે પરંતુ ટૂંક માં કહું તો બાપા આપ અમારા માટે સર્વસ્વ છો.આપે સદૈવ અમારા પરિવાર પર આપની જે અવિરત પ્રેમ વર્ષા વરસાવી અને જે અલભ્ય લાભ અમને આપ્યા છે તેનો આભાર માનવા અમારી પાસે શબ્દો નથી. આપે અમારા જીવનના દરેક પગથિયે અપનો દિવ્ય પ્રેમ , આશીર્વાદ અને સાચી સમજણ આપી અમારી સદાય ઉન્નતિ  કરાવી છે. આપે ભલે સ્વતંત્રપણે મનુષ્ય લીલા સંકેલી લીધી છે પરંતુ અપ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ જ છો.આપ અમારા હૃદયમાં અને અમારી સ્મૃતિઓમાં સદાય બિરાજમાન રહેશો. જે સુખો આપે અમને મનુષ્યરૂપે આપ્યા છે અને જે રાજીપો દર્શાવ્યો છે એવો ને એવો જ રાજીપો હે બાપા સદાય રાખજો. આપના આશીર્વાદ ની વર્ષા સદાય અમારા પર વરસાવતા રેહજો..અમે સદાય આપની આજ્ઞા પ્રમાણે આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રહી સત્સંગ ની સેવા કરી આપને રાજી કરતા રહીએ એવી અમારી પર કૃપા કરજો.

આપની દીકરી, 

પૂજા સોનુ ઠક્કર ના જય  શ્રી સ્વામિનારાયણ

 

30 July 2020 | 2 months ago

Jasuben, Gopalbhai Kerai & Hetal, Dipak Pindolia
Nairobi, Kenya

Jay Shree Swaminarayan Bapa

Our Rupada Bapa,

The words are not enough to describe the amount of love, sukh and leelas you have shared with each one of us. We will always cherish the memories you have left us.

Bapa always continue helping us for remaining in the Karan Satsang, heh Bapa Swaminarayan Gadi na sharne dabaya champaya rakhjo.

Love you forever and always

Your ladakra Beta

30 July 2020 | 2 months ago

GOPALBHAI DHANJI RABADIA AND FAMILY, KENYA - UGANDA
Nairobi, Kenya

29 July 2020 | 2 months ago

JIGNESH DUDHREJIYA
AHMEDABAD, India

બાપા આપના દિવ્ય ચરણકમળ  મા આપના આ બાળક ના જય શ્રી સ્વામિનારાયણ

  બાપા આપે જે મને પ્રેમ આપ્યો છે એ કદી ભૂલાય તેમ નથી તમારી  એ  પ્રેમ સભર દ્રષ્ટિ તમારુ એ  સ્મિત તમારુ બેટા કહી ને બોલવું તમારો એ  દિવ્ય કર મારા માથા પર મુકવો આ બધુ જ યાદ આવે છે આજે હુ જે કાંઈ પણ છુ તે  આપની દયા થી જ છુ અને આપને એજ પ્રાર્થના કરુ છુ  કે હમેશાં મારા દરેક કાર્યો મા આપ જ કર્તા  બનજો આપે જે જીવન જીવવા નો સાચો માર્ગ બતાવ્યો છે તે જ માર્ગ પર આજીવન ચાલુ તમને વચન આપ્યુ છે બાપા આજીવનસ્વામીનારાયણ ગાદી ના શરણે રહીશ અને તમે પણ વચન આપ્યુ છે કે તમે મારો હાથ ક્યારે નઈ છોડો

બસ બાપા એટલુ જ કહીશ સ્વામીનારાયણ ગાદી ના શરણે રહી તન મન અને ધન થી સેવા કરી હમેશાં તમને રાજી કરતો રહુ એજ પ્રાર્થના

" બાપા વિસરી ના જાતા અમને વિસરી ના જાતા

અમે તો વચને બંધાણા "

29 July 2020 | 2 months ago

Paresh, Shilpa, Gopi Varsani and Family
London, United Kingdom

Our Teacher, Our Father, Our Guru, Our Beloved Bapa,

Vhala Vhala Swamishree, Pyaara Pyaara Swamishree,
Mara Swamibapa E Didha Che

Bapa there are no words to express what we feel of your loss. Thank you for everything you have done for us, Bapa thank you for your divine blessing and Ashirwad that you have showered on us.  

Bapa you will always be in our hearts.

We miss you Bapa 

28 July 2020 | 2 months ago

Kerai Construction Ltd, Jadavji Premji Kerai and family
Arusha, Tanzania, United Republic of

28 July 2020 | 2 months ago

Jayesh,Simmi,Ravi, Vanita R Vasta
Nairobi, Kenya

Om Shree Swaminarayan Bapa Swami Bapa Bhagvate Namah

Jay Shree Swaminarayan

To Our Dearest Father, our life changed over night,  some may say for the worse, some may say for the better.   For us we lost our Diamond.  A true gem that taught us that no matter how bad the storm The Lord will always have something better for us in the end.

Its not been easy to fill the emptiness that has filled our hearts.  But as we close our eyes all we see is Your amazing smile and divine darshan guiding us on the right path of life.  We know you will continue to help us in life.  And for this we promise we will forever remain in the karan satsang and continue in following the amazing Swaminarayan Gadi.

We can not Thank You enough for leaving us with ample amounts of memories, as today this is what helps us get through our dark days.

We shall forever keep loving You.

You will forever remain in our hearts, your beloved barko.

28 July 2020 | 2 months ago

Minal Pankaj Pujara
Paldi, Ahmedabad, Gujarat, India, India

He BAPA aap na divya charno ma apna aa sevak na jay shree swaminarayan swikarsho. Amara badha na vak guna samu joya vagar amne aapnu birud Jani ne nibhavya che he bapa em j chhoru kachhoru thay pan mavtan kamavtar thata nathi em he dayalu aap nu birud Jani amne nibhavi lejo.ane shree swaminarayan gadi na sharan ma amara dekh ni khakh thay eva ashirwad aapo bapa.

Aare sandesho mara guruji re suno, bhela rahyha cho saday rehjo ji re, bhela rahyha cho sada rehjo ji re.

28 July 2020 | 2 months ago

Indiraben mukeshbhai Thakkar
Ahmedabad, India

Vishva vatsalya mahodadhi, Vedratna Param Pujya AACHARYA SWAMIJI MAHARAJ, apna charno ma koti koti vandan.Pran pyara vahla bapa ape apna sankalp pramane svantrapane manushyalila sankeli che. Parantu he bapa aap saday pragat ane pratkshya cho j. Aape amari har pal raksha kri che ane saday karta rehjo. Amara jivan na pathdarshak bani saday amne rah batavjo. Amara vak guna samu joya vina he bapa aap nu birud Jani amne nibhavya che ane saday nibhavta rehjo. Ame *Shree Swaminarayan Gadi* na sharan ma rahi amaru jivan purna kariye ane saday aap ne raji karta rahie evi amne bal buddhi ane shakti apjo.

 

*Jevo tevo toy putra tamaro ansamju ahankari re, pet padyo te avashya palvo vhalam juo vichari re.*

28 July 2020 | 2 months ago

Shree Swaminarayan Siddhant Sajjivan Mandal Mombasa
Mombasa, Kenya

BAPA Raaji Rahejo

27 July 2020 | 2 months ago

Bhakti, Dilan, Rasila & Harshad Pindoria
Kingsbury, United Kingdom

Jay Shree Swaminarayan Bapa.

Oh my beloved Gurudev, My dear Bapa, Raja dhi Raja, amara ladila, Swamibapa no ladako Dikaro.

We feel so blessed that we can't forget Your divine blessings of those smooth velvet hands on our head, asking us always, " KEM CHE BETA?". The beautiful cheery smile everytime we bowed down to Your lotus feet and of course the spark on Your gorgeous face everytime we turn around to do Your darshan.

Bapa without You we are nothing, we are what we are because we have You with us, we promise to keep You in our hearts with every step we take in our life until our last breath.

Thank you Bapa for showering Your divine blessings upon us always. No words can discribe how much we will miss You. We shall continue to love You to infinity and beyond.

27 July 2020 | 2 months ago

Narendrabhai A Patel
Gandhinagar, India

હે.....આચાર્ય સ્વામીશ્રી........

(રાગ: મારા પ્રાણ જીવન ..(૨) આવલડુ ...)

હે ...આચાર્ય સ્વામીશ્રી(૨) અતિ કઠણ થયા

........આપ અમારી કઇ ચૂકે.....

આ તે શું રે કીધું (૨) જેમ લીલા વનની .....

..........અંદર કોઇ આગ મુકે......

હે....તારા વિરહે વાલમ (૨) આજ અમારા

......ઉરમાં ઉના પવન ફુકેં...

આવી વસમી વેળા (૨) તન મન કંપે ......

.......કલ્પાંતે અંગોઅંગ સુકે......

............હે આચાર્ય સ્વામી શ્રી ......ટેક.

અમ અંતર અનરાધાર રડે...

સુનુ સુનુ લાગે છે સગળે....

તારા વિના ક્યાંય ના ચેન પડે ...

.......હે આચાર્ય સ્વામીશ્રી......(૧)

અર્ધ બળેલ કાષ્ટની હોય ઢગલી....

એવી દશા અમારી છે દોહ્યલી...

પલ લાગે છે આજ જુગ જેવડી .....

..........હે આચાર્ય સ્વામીશ્રી......(૨)

પહેલા ભેળા રેવાનો દઈ વાયદો.....

પછી પંથ કીધો કેમ અલાયદો.....

તવ પ્રેમનો આતે કેવો કાયદો.......

.........હે આચાર્ય સ્વામીશ્રી.....(૩)

અમને કૂવે ઉતારી વાઢ્યા વરત......

તમે ફરી ગયા કેમ કરીને શરત.....

કદી પ્રેમમાં આવી તે હોય રમત.......

..........હે આચાર્ય સ્વામીશ્રી.....(૪)

પ્રેમ પંથ આખો ય હતો સરિયામ.......

તોયે પહેલા વળાંકે વળીને આમ.......

અમને એકલા છોડી ગયા શું કામ......

.............હે આચાર્ય સ્વામી શ્રી........(૫)

આખુ આભ અમારે તુટી પડયુ.......

જાણે પ્રેમને અમારા ગ્રહણ નડયુ........

આવું વિરહનું દુખ તે કોણે ઘડયુ........

.........હે આચાર્ય સ્વામી શ્રી........(૬)

સૂર્ય કિરણ સપ્ત રંગે ઉઘડી.....

પાછુ મૂળ સ્વરૂપમાં જાય ભળી...

ત્યારે કરમાઈ જાયછે કંઈક કળી ......

...........હે આચાર્ય સ્વામી શ્રી.......(૭)

જો સાગરથી બુંદ કરીએ અલગ....

એના અસ્તિત્વનો ઉડી જાય છે રંગ....

એવો આવ્યો અમારે આજ પ્રસંગ .....

..........હે આચાર્ય સ્વામી શ્રી........(૮)

જાણે ઊંડા નીર તે આછા થયા ......

અમે પલમાં જીવન હારી ગયા......

વહાલા તમને થોડીએ ના આવી દયા....

..........હે આચાર્ય સ્વામી શ્રી.........(૯)

તમે ધણી તે ધાર્યું કરે રાખો......

પણ સપના અમારે છુંદાય લાખો.....

રડી રડી જુવો સુજી ગઈ આંખો....

..........હે આચાર્ય સ્વામીશ્રી ......(૧૦)

કેમ ભુલાશે ગાદી હૂકુમત હેઠે......

તવ સાંનિધ્યે મૂર્તિમાં બેઠે બેઠે.....

સુખ માણ્યુ અમે જે અનાદિની પેઠે....

........હે આચાર્ય સ્વામી શ્રી ......(૧૧)

જે સુખ માણ્યું માનુષી દર્શનથી.....

એ મૂર્તિ થકી તો મળતું નથી.....

ભલે બન્નેમાં હોય સમ સામર્થી......

.........હે આચાર્ય સ્વામી શ્રી......(૧૨)

જેમ ચંદાની ચાંદની નિહાળી.......

સાગર રહ્યો હોય છોળો ઉછાળી.....

એવુ થાતુ અમારે ઉર તમને ભાળી.......

...........હે આચાર્ય સ્વામી શ્રી.........(૧૩)

ગાદીએ બિરાજી જ્ઞાન રસ પીરસી.......

સભા ઉપર જાતા કેવા વરસી.......

એ મૂર્તિ જોવા અમે રહ્યા તરસી........

............હે આચાર્ય સ્વામી શ્રી.......(૧૪)

તવ દર્શન સ્પર્શ તણુ આ ભવે......

જે જે સુખ લીધુ અમે તે સર્વે.......

યાદ કરી કરી રહ્યુ જીવવુ હવે.......

..........હે આચાર્ય સ્વામી શ્રી.......(૧૫)

પ્રાર્થીએ પ્રભુ એવુ બળ પ્રેરો........

સ્વામિનારાયણ ગાદી કેરો......

છેલ્લા શ્વાસ સુધી રહે આશરો ખરો .....

........હે આચાર્ય સ્વામી શ્રી ......(૧૬)

નરેન્દ્રભાઇ એ પટેલ ગાંધીનગર

27 July 2020 | 2 months ago

K.K. Nirala, Collector & District Magistrate
Ahmedabad, India