ગઢડા પ્રથમ પ્રક. ૮ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા
બ્રહ્માદિક દેવમોટપ મુકાવે તોય મુકાય નહિ એમ કહ્યું તે દેવ કિયા જાણવા?
શ્રીજીમહારાજે પોતાને મિષે પોતાના મુક્તની સ્થિતિ કહી છે ને આદિ સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે, અને આદિ શબ્દે કરીને બ્રહ્મકોટીને કહ્યા છે. તે બ્રહ્મકોટી તથા ઈશ્વરકોટીના ઐશ્વર્યમાં સારપ્ય ન મનાય ને તેમાં લોભાય નહિ, તે અક્ષરાદિકની મુકાવી મોટપ ન મૂકી કહેવાય એમ કહ્યું છે તે એવો પોતાના મુક્તનો મહિમા કહ્યો છે. પણ અક્ષરાદિક કોઈ મોટપ મુકવા ઈચ્છે જ નહિ કેમ જે શ્રીજીમહારાજના મુક્ત તો મૂળઅક્ષરાદિક થકી પર છે માટે એમની મોટપ મુકાવાને કોઈ સમર્થ હોય જ નહિ.
Gadhada First Section Vach. 8 Vachanamrut Rahasyarth Pradeepika Tika
It is said that the greatness is not to be given up, even if insisted upon by deities such as Brahma, etc. Which deities should be understood here?
Here, Shreejimaharaj has indirectly described the state of His Muktas, by referring to Himself. Mul-akshar, the original creator of the universe is called Brahma in this context. Where it says “etc.”, it refers to the category of Brahm. From the statement ‘that greatness is not discarded despite of the efforts of Akshar etc.,’ it should be understood that the Muktas have no interest in the affluence of the categories of Brahm and Ishwar, and that they are not tempted by them. Thus, the greatness of His Muktas is described. However Akshar etc., do not even consider making them give up their greatness, because Shreejimaharaj’s Muktas are above Mul-akshar, etc. Hence, no-one is capable of making them give up their greatness.